Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Gandhi Exhibition


Gandhi Exhibition

Mohan to Mahatma

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી શ્રીમતી ક.લ.શં ખાંડવાળા હાઈસ્કૂલમાં તા. 4 અને 5 ઓક્ટોબરે ગાંધી પ્રદર્શન 'મોહન થી મહાત્મા વિશ્વવિભૂતિ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળપણથી યુવાવસ્થા, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું યોગદાન, ગાંધીજીનું આશ્રમજીવન, ગાંધીજી અને સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન અને પુસ્તકો, ચિત્ર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિયામક શ્રીમતી અલકા મહેતા, શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી મયંકભાઇ ત્રિવેદી તથા શાળાના આચાર્ય શ્રીમતી સોનલબેન ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.