Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Achievement in Maths-Science Exhibition at South Gujarat Level


Achievement in Maths-Science Exhibition at South Gujarat Level



વિજ્ઞાન પ્રદર્શનમાં બાલાજી ગર્લ્સની અભૂતપૂર્વ સિદ્ધિ...સમગ્ર દક્ષિણ  ઝોનનું પ્રતિનિધિત્વ કરશે બાલાજી ગર્લ્સ ટીમ

તા. 21 થી 23 ડિસેમ્બર 2023 ના રોજ દક્ષિણ ઝોન કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રધરમપુર,વલસાડ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સમાંથી શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ  કૃતિ રજૂ કરવામાં આવી હતી.ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિભાગ-માં વૈશાલીબેન પટેલ અને મુનીરાબેન હમદાનીના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ "Best from Waste" બાળવૈજ્ઞાનિકો જરીવાલા ધ્રુવી અને માલી ધ્વનિ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કૃતિ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી હવે રાજ્ય કક્ષાએ જુનાગઢ મુકામે દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓ ,   શિક્ષિકાઓને તેમજ આચાર્યાને શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ નીલમબેન શાહએ અભિનંદન પાઠવ્યા હતા.