Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

વાર્ષિકોત્સવ : "સત્યમ શિવમ સુન્દરમ"


વાર્ષિકોત્સવ : "સત્યમ શિવમ સુન્દરમ"

વાર્ષિકોત્સવ : "સત્યમ શિવમ સુન્દરમ"

ના ભૂતો ના ભવિષ્યતી એવો ભવયાતી ભવ્ય વાર્ષિકોત્સવ : 2025 "સત્યમ શિવમ સુન્દરમ" શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ આયોજિત થીમ બેઝ વાર્ષિકોત્સવ તા. 4/12/2025 ગુરુવારના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કે. પી.ગ્રુપ ના ઓલ ટાઈમ ડિરેક્ટર શ્રી અફાન પટેલ હાજર રહ્યા હતા. અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ અધિકારીઓ હાજર રહીને આ પ્રસંગને દીપે માન બનાવ્યો હતો. દીપ પ્રાગટ્યથી પ્રારંભ થઈ  આ કાર્યક્રમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળાના વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ શ્રીમતી ભદ્રાબેન જોષીના ગણેશ વંદના સોલો પર્ફોમન્સથી થયો હતો. થીમ બેઝ "સત્યમ શિવમ અને સુંદરમ" ની પરિભાષાને ઉજાગર કરતી કૃતિઓ મનમોહન રીતે રજૂ થઈ હતી. જેમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જેમની ઉંમર 60 વર્ષ કરતા પણ વધારે તેઓએ પણ આજના કાર્યક્રમમાં તેઓનું સુંદર પરફોર્મન્સ આપ્યું હતું. થીમને અનુસાંગિક ગીત, કોરિયોગ્રાફી, સંરચના, પરિકલ્પના, મેકઅપ,વેશભૂષાનું ચયન કરવામાં આવ્યું હતું. અને ઉલ્લેખની એ બાબત એ હતી કે આ કાર્યક્રમ દરમિયાન વપરાતી તમામ પ્રોપર્ટીઝ અને એસેસરીઝ શાળાના વ્યવસાયલક્ષી માર્ગદર્શનના વર્ગો દરમિયાન બનાવવામાં આવી હતી.શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર  પાડ્યો હતો. આશરે 235 જેટલી વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ શાળાના સમર્થ  સુકાની ડૉ. ફાલ્ગુની પટેલ ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. AI અને ટેકનોલોજીની ભરમારમાં ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે અને વિદ્યાર્થીનીઓમાં તેનું પ્રત્યારોપણ કરવા માટેનું આ એક સ્તુતીય પ્રયાસ ધરવામાં આવ્યો. જેની ભારે સરાહના કરવામાં આવી. ચિક્કાર ગીર્દીથી થી ભરાયેલા સંજીવકુમાર ઓડિટોરિયમ માં સમગ્ર બાલાજી પરિવાર ઉપર પ્રશંસાના પુષ્પ વેરવામાં આવ્યા. શાળાના વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ ભદ્રાબેન જોષી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીઓએ સમગ્ર બાલાજી પરિવારને અઢળક અભિનંદન આપ્યા.