
આજે તારીખ 17/9/2025 બુધવારના રોજ શાળાની 435 જેટલી વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને વાલીઓ સહિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા પ્રેરણાદાયી,આજના યુવાનને સ્પર્શતી એવી વિશ્વ ગુરુ ફિલ્મ જોવાનો એક સ્તુત્ય પ્રયાસ આદરવામાં આવ્યો. ભવ્યાતી ભવ્ય ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને અકબંધ રાખવા અને દેશ પ્રેમને ઉજાગર કરવાના હેતુસર આ ફિલ્મ બતાવવાનું આયોજન બાલાજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું. શાળાની નજીક આવેલા રાજહંસ મલ્ટીપ્લેક્સ, ગોપી તળાવ માં બપોરે 1:00 વાગ્યાનો શો નું આયોજન થયું હતું, જેમાં પ્રિયાંશી કન્સલ્ટન્સીના હિતેશભાઈ ત્રિવેદી નું આર્થિક સૌજન્ય પ્રાપ્ત થયો હતો અને ત્યારબાદ, શાળામાં વિદ્યાર્થીનીઓ માટે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા ગરમાગરમ નાસ્તાનું પણ આયોજન થયું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નારી સશક્તિકરણને વધાવવા આ કાર્યક્રમને પાર પાડવા માટે શાળાના શિક્ષિકા શ્રીમતી દિગ્નાબેન દેસાઈ એ ભારે જહમત ઉઠાવી હતી અને સમગ્ર બાલાજી પરિવારના સભ્યો દ્વારા તેને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. આ સંપૂર્ણ કાર્યક્રમ આચાર્યાશ્રી ડૉ ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો. અને આ સમગ્ર Movie Day ની સફળતા માટે શાળાના વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજે અભિનંદન પાઠવ્યા છે.
વંદે માતરમ.
Happy Birthday Modiji..