Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

વંદે માતરમ ભારત માતાકી જય 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી


વંદે માતરમ ભારત માતાકી જય 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

વંદે માતરમ ભારત માતાકી જય 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

આજરોજ તારીખ 26 /1 /26 સોમવારના રોજ 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમારી શાળા શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં અત્યંત ઉત્સાહભેર કરવામાં આવી. સમગ્ર શાળા પરિવારના કેમ્પસને તિરંગાની થીમથી શણગારવામાં આવ્યું. સમારંભના પ્રમુખ તરીકે પ્રિયાંશી કન્સલ્ટન્સીના શ્રી હિતેશભાઈ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી અને અતિથિ વિશેષ તરીકે ટૂંક સમયમાં નિવૃત્ત થનાર શ્રીમતી સરલાબેન ચૌધરી અને શ્રી કિશોરભાઈ પટેલ હાજર રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. શાળાની UTAની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું. સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું અને સમગ્ર મહાનુભાવો એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શાળાના વહીવટી સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ હાજર રહીને તેમનું મનનીય પ્રવચન આપ્યું અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન આપ્યા. આ સમગ્ર કાર્યક્રમ વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યો અને સમગ્ર વાતાવરણમાં દેશ-દાઝની ભાવનાની ઉમદા લહેર ફેલાવાઈ. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુની બેન પટેલના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. કાર્યક્રમને અંતે સૌને ચીકી દ્વારા મોં મીઠું કરાવીને એકબીજાને પ્રજાસત્તાક પર્વની વધાઈઓ આપી હતી.